અં-14 અને અં-17 ભાઈઓમા ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ જ્યારે અં-17 બહેનોમા સત્ય સાઈ વિદ્યાલયની ટિમ વિજેતા બની મોરબી : મોરબી જિલ્લા કક્ષાની સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપ ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ લજાઈ ખાતે યોજાયો હતો. જેમા અં-14 ભાઈઓમા કુલ 7 ટીમો , અં-17 ભાઈઓમા 9 ટીમ તેમજ અં-17 બહેનોમા 5 ટીમોએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામા આવેલ ખેલાડીઓએ શાળાના મેદાનની ખૂબ જ પ્રશંસા કરતા કહ્યું હતું કે મોરબી જિલ્લાનુ સૌથી સારૂ મેદાનમાં રમવાની અમોને ખૂબ જ મજા પડી. આ સ્પર્ધાને સુચારું અને નિયમબધ્ધ રમાડવામાં રાજકોટથી આવેલા રેફરીઓનો ખુબ જ સહયોગ રહ્યો હતો. આ સ્પર્ધાના અંતે અં-14 ભાઈઓમાં ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ CBSE અને અં-17 ભાઈઓમા ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી વિજેતા બની હતી. તેજ રીતે અં-17 બહેનોમા સત્ય સાઈ વિદ્યાલયની બહેનો વિજેતા બની હતી. આ તકે શાળાના સંચાલકો વિનોદ ખાન્ડીવાલ, ધર્મેન્દ્ર ખાન્ડીવાલ એસ.એ.જી.ના હેડ રવીભાઈ, પ્રિન્સીપાલ તનયભાઈ અને વિનોદ ધમસાણીયાએ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવેલ હતી. ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ની બન્ને ટીમો ને આ મુકામ સુધી પહોંચાડવા શાળાના વ્યાયામ શિક્ષક અને જિલ્લા ફૂટબોલ કોચ મુસ્તાક સુમરા અને ફૈઝલ ચિસ્તી એ ખૂબ જ મહેનત કરેલ હતી. આ સ્પર્ધાનુ આયોજન મોરબી જિલ્લા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી કરવામાં આવ્યું હતુ.