મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં જુગારના અલગ અલગ બે દરોડામાં બે મહિલા સહિત છ જુગારીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો મુજબ સીટી બી ડિવિઝન પોલીસે જુગારના પ્રથમ દરોડામાં વિશિપરા મેઈન રોડ ઉપર જાહેરમાં પાના ટીચતા અબ્દુલભાઇ રહીમભાઇ ભટ્ટી, હનીફાબેન હુશેનભાઇ સેડાત અને હનીફાબેન ઉર્ફે હુબાબેન જાકમભાઇ ભટ્ટીને તીનપતિ રમતા પકડી પાડી રોકડા રૂપિયા 2400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા લાયન્સનગરમાં દરોડો પાડી સતનામ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતા અમરશીભાઇ મેપાભાઇ પઠાણ, હેમરાજભાઇ મોહનભાઇ વાઘેલા અને વિજયભાઇ મનુભાઇ રાઠોડને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.