મોરબી : આગામી નગરપાલિકાઓની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ-મોરબી ઝોનમાં નિરીક્ષક અને સહ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ-મોરબી ઝોનમાં નિરીક્ષક તરીકે શિવજીભાઈ મહેશ્વરી અને સહનિરક્ષક તરીકે સંજયભાઈ ભટાસણાની નિમણૂક કરવામાં આવી છે.