હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે બનેલ બનાવ હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતા પરિણીતાને પતિએ નાના બાળકને દૂધ પીવડાવવાનું કહી ઠપકો આપતા લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ધરમશીભાઈ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના વતની સપનાબેન નિલેશભાઈ વસાવાને તેમના પતિ નિલેશભાઈએ બાળકને દૂધ પીવડાવવાનું કહેતા સપનાબેને ના પાડતા નિલેશભાઈએ ઠપકો આપતા સપનાબેનને લાગી આવતા ઝેરી દવા પી લેતા હળવદ પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.