મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કર્મ મિનરલ કારખાનામાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પ્રકાશભાઈ રખડુભાઈ ચૌહાણની દોઢ વર્ષની પુત્રી જ્યોતિને જીજે - 36 - F - 3310 નંબરની કારના ચાલક યતીન કાંતિલાલ ઉઘરેજા નામના યુવાને કાર રિવર્સમાં લેતી વખતે હડફેટે લેતા માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે બાળકીના પિતાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.