ગ્રામ પંચાયત અને નિર્દોષ નગરિકો પર થયેલી ફરિયાદ તદ્દન પાયાવિહોણી હોય ખોટી ફરિયાદ કરનાર સામે પગલાં લેવા કલેક્ટર સમક્ષ માંગમોરબી : મોરબીના ગાળા ગામની પંચાયત બોડી તેમજ ગામના પટેલ સમાજ ઉપર અવાર નવાર તદન ખોટી અને મનધડત તથા પાયાવિહોણી ગાળા ગામના અનુસૂચિત સમાજના અમુક લોકો દ્રારા અવાર નવાર ફરીયાદો નોંધાવવા મામલે ગ્રામજનોએ કલેક્ટર આવેદન આપી આ ફરિયાદો પાયા વિહોણી હોય ફરિયાદ કરનાર સામે કાર્યવાહી કરવા અને ખોટી ફરિયાદ રદ કરવાની માંગ ઉઠાવી છે.ગાળા ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, અનુસૂચિત સમાજના અમુક લોકો દ્વારા ગાળા ગામ પંચાયત બોડી તેમજ ગામના નાગરીકો ઉપર અવાર નવાર ખોટી ફરીયાદ કરીને હેરાન કરવામાં આવે છે. અને અવારનવાર ખોટી એટોસીટી ફરીયાદની ધમકીઓ આપીને ગામ લોકોને પરેશાન કરે છે.જે ગાળા ગામના રસ્તા ઉપર દબાણ કરેલ જે દબાણ જલ્લા પંચાયત કચેરી દ્રારા ડીમોલીશનની કામગી૨ી ક૨વામા આવી હતી. જેના અનુસંધાને ગાળા ગામના ૪ વતની જીતીયા રાહુલ કેશવજીભાઈએ કલેક્ટર કચેરીમાં તા. ૧૩-૭-૨૦૨૩ ના રોજ ગાળા ગામના નાગરીકો ઉપર અસ્પૃશ્યતા અને મુળભુત અધીકારોથી વંચીત રાખવા બાબતની અરજી કરેલ છે. જે તદન ખોટી અને પાયાવીહોણી છે.તેથી અમો ગાળા ગામના નાગરીકો જણાવીએ છીએ કે અમો ગાળા ગામના નાગરીકો એ કોઈ દીવસ આ લોકો ઉપર કોઈપણ પ્રકારનું ગેરવર્તન કરેલ નથી. અને અમારૂ ગામ એમના કોઈપણ સામાજીક કાર્યમાં સંપૂર્ણ સહકાર આપે છે. જેના પુરાવા રૂપે તા.૫-૫-૨૦૨૩ ના રોજ અનુસુચિત સમાજ દ્રારા ૧૧ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન રાહુલભાઈ કેશવજીભાઈ જીતીયા દ્રારા કરવામાં આવેલ હતું તેમા અમારા ગામના સરપંચ તથા ઉધોગપતીઓ દ્રારા જ ફાળો આપેલ હતો.જેના પુરાવા રૂપે લગ્ન કંકોત્રી સામેલ છે. જેમા ગામના દાતાઓના નામ છે.