મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટથી દોડતી થતી 2 જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન એટલે કે સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મંડળના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર 1. 17 જુલાઇ 2023 થી 28 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09575 રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેન, 18 જુલાઇ 2023થી 29 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન નંબર 09576 મહેબૂબનગર-રાજકોટ સ્પેશિયલ ટ્રેન, 2. 18 જુલાઇ 2023 થી 29 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન, 19 જુલાઇ 2023થી 30 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન સંખ્યા 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ રદ્દ કરવામાં આવી છે. [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]