મોરબી : મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા બીજ બોલનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જાંબુડા, ગોરસ આંબલી, ચણોઠી, આંબળા જેવા વૃક્ષોના બીજ બોલ બનાવવામાં આવ્યા હતા અને આ બીજ બોલને બનાવીને ખુલ્લી જગ્યાએ નાખવામાં આવ્યા હતા જેથી તે બોલ જ્યાં પડે ત્યાં તે વૃક્ષ ઊગી જાય. આ પ્રોજેકટમાં પર્યાવરણ પરિવાર સાથે જોડાયેલા પરમાર રસિક, પરમાર દેવલ, લક્ષ્મી, પરમાર ધર્મિષ્ઠા, હડિયલ પ્રદીપ, પરમાર રૂદ્ર, કરોત્રા વ્રજ, સોનગરા યશ, પરમાર હિતેશ, રાહુલ, ઉપેન્દ્ર, વસંત, સવજી, વર્ષા, વિનોદ, ભૌતિક, મનીષ, લાલજી, હરજીવન, અમિત, કવિ જલરૂપ, પરમાર નર્મદાબહેન સહીતના વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યને સફળ બનાવ્યું હતું.