હળવદ : હળવદના ગ્રામ્ય પંથકમાં રહી ખેત મજૂરી કરતા પરિવારની 15 વર્ષની સગીરાને દાહોદ જિલ્લાનો શખ્સ લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હળવદના ગ્રામ્ય પંથકમાં રહી ખેત મજૂરી કરતા પરિવારની 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે આરોપી રાજુભાઈ ઉકારભાઈ આદિવાસી.રહે.ગરબડી,તા-ધાનપુર,જી.દાહોદ વાળો લઈ ગયો હોવાની સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેથી પોલીસ દ્વારા હાલ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.