હળવદ : આજે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે હળવદ તાલુકા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી નિયંત્રણ પગલાં અંગે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વધતી વસ્તી વિશ્વ માટે પડકાર રૂપ છે જેમાં ખાસ કરી ને ભારત જેવા દેશમાં વસ્તીવૃદ્ધિ ખૂબ ઝડપી થઇ રહી છે જે ખુબજ ચિંતાજનક અને પડકાર રૂપ છે અને વસ્તીવૃદ્ધિ ના કારણે ગરીબી,બેકારી,ભૂખમરા જેવા દુષણો નો વધારો થાય છે જેથી ટકાઉ વિકાસની હિમાયત કરતી વખતે તેનો ઉદ્દેશ્ય પ્રજનન સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજન પહેલને પ્રોત્સાહન આપવાનો છે. વસ્તી અને કુટુંબ નિયોજનના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરવા તથા જનસંખ્યા સ્થિરતા માટે સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિતે લોકોમાં જાગૃકતા આવે તે હેતુથીહળવદ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામા આવેલ જેમાં આ વર્ષના સ્લોગન આઝાદીના અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઇશું, કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશુંને સાર્થક કરવા તારીખ ૨૭/૬ થી ૧૦/૭ દરમ્યાન 'દંપતી સંપર્ક' પખવાડીયા અંતર્ગત આરોગ્ય ના પાયા ના કર્મચારી એવા FHW,MPHW, આશા દ્વારા લક્ષિત દંપતી ની મુલાકાત કરી તેમને કુટુંબ નિયોજન ની જુદી જુદી પદ્ધતિઓ જેવી કે સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી,કોપર ટી ઇન્જેક્શન અંત્રા, માલા એન,છાયા વગેરે વિશે સમજૂતી આપી લાભાર્થીની જરૂરિયાત મુજબ જે તે પદ્ધતિ અપનાવા પ્રોત્સાહિત કરેલ અને તાલુકા કચેરી દ્વારા નસબંધીના કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા હતા અને લોકોને નાનું કુટુંબ સુખી કુટુંબ અપનાવવા અપીલ કરેલ હતી.