હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A. દ્વારા વિનામુલ્યે આયોજન મોરબી : મોરબીમાં સ્વ. ઉષાબેન રવિચંદ જેસવાણીના સ્મરણાર્થે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M.A દ્વારા તા. 12 જુલાઈને બુધવારે સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 કલાકે રૂદ્ર આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ, શિવ-શક્તિ પ્લાઝા, નાની કેનાલ ચોકડી, પંચાસર રોડ ખાતે વિનામુલ્યે અગ્નિકર્મ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગ્નિકર્મમાં સોનું, ચાંદી વગેરેથી બનેલી પંચધાતુની શલાકાને અગ્નિતપ્ત કરી દુ:ખાવાની જગ્યાએ સ્પર્શ કરાવવામાં આવે છે. જેમાં ઢીંચણ, ગરદન, કમર, એડીના દુ:ખાવા, સ્નાયુના દુ:ખાવા, ગાદી-નસના દુ:ખાવા, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, માઈગ્રેન, સાયટીકા જેવા રોગોના દુ:ખાવામાં રાહત મળે છે. આ કેમ્પમાં ડો. પરેશ. ડી. ડાબી સેવા આપવાના છે. આ કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન માટે ડો. હાર્દિક જેસ્વાણી- 9228800108 પર સંપર્ક કરવાનો રહેશે. આ કેમ્પમાં દર્દીની જુની ફાઈલ, એક્સ-રે, એમઆરઆઈ તથા અન્ય રીપોર્ટ સાથે લાવવાના રહેશે. મોરબી તેમજ આસપાસની જનતાને આ વિનામુલ્યે કેમ્પનો લાભ લેવા સાગર રવિચંદ જેસ્વાણી- ટ્રસ્ટી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણી- પ્રમુખ, N. I. M. A, મોરબી જિલ્લા, મહેશ્વરી હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.