વારાણસીમાં મોંઘવારીને લઈને શાકભાજીના વેપારીએ કર્યો અનોખો વિરોધ મોરબી : ટમેટાના ભાવ આસમાનને આંબ્યા છે. 15થી 20 રુપિયા કિલોએ મળતા ટમેટા આજે 130થી 160 રુપિયા કિલોએ મળી રહ્યાં છે. વધતા શાકભાજીના ભાવને જોતા વારાણસીમાં એક શાકભાજીના વેપારીએ પોતાની દુકાને ટામેટાની સુરક્ષા માટે બે બાઉન્સર રાખ્યા છે. આ બાઉન્સર ખાસ ટમેટાની સિક્યોરિટી કરે છે. જાગરણના રિપોર્ટ મુજબ શાકભાજીના વેપારી અને સમાજવાદી પાર્ટીના કાર્યકર અજય ફૌજીએ જણાવ્યું હતું કે, હાલ ટમેટાના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. ટમેટા ખરીદવા આવનારા લોકો ખોટી દલીલો કરે છે.વિવાદથી બચવા અમે દુકાન પર અમારી અને ટમેટાની સુરક્ષા માટે બે બાઉન્સર રાખ્યા છે. જ્યારે તમામ ટમેટા વેચાઈ જશે તો બાઉન્સરોને રજા આપી દેવાશે તેવું જણાવી વધતી મોંઘવારીનો વેપારીએ વિરોધ કર્યો હતો. મોંઘવારીનો વિરોધ વ્યક્ત કરવા સપા કાર્યકર્તાએ આ અનોખું પ્રદર્શન કર્યું છે. સપા કાર્યકર્તા અજય ફૌજીએ PTIએ જણાવ્યું કે વધતી મોંઘવારીને જોતા તેમણે વિરોધ વ્યક્ત કરવા માટે પોતાની દુકાન પર બે બાઉન્સર તૈનાત કર્યાં છે. તેમણે પોસ્ટર પણ લગાવ્યા છે, જેમાં લખ્યું છે કે પહેલા પૈસા પછી ટમેટા. આ વચ્ચે કૃપા કરીને ટમેટાને સ્પર્શતા નહીં. અજય ફૌજીએ જણાવ્યું કે કોઈ પણ ગ્રાહક જ્યારે શાકભાજીને અડીને મોલભાવ કરે છે તો બાઉન્સર તેમણે અટકાવે છે. તેમણે જણાવ્યું કે- ટમેટાને લઈને કેટલાંક લોકો હિંસા કરી રહ્યાં છે. અમે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી ઈચ્છતા તેથી બાઉન્સર રાખવામાં આવ્યા છે. અજય ફૌજીએ જણાવ્યું કે- ટમેટા 160 રુપિયા કિલોએ વેચાઈ રહ્યાં છે, પરંતુ લોકો 50 કે 100 ગ્રામ જ ટમેટા ખરીદે છે. શાકભાજી વિક્રેતા અને સપા કાર્યકર્તાની મોંઘવારીને લઈને આ વિરોધ પ્રદર્શનની અનોખી પદ્ધતિએ ભારે ચર્ચા જગાવી છે. અજય ફૌજીનો પરિવાર અનેક વખત ચર્ચામા રહી ચુક્યો છે.વારાણસીમાં ટમેટાના સુરક્ષાને લઈને બાઉન્સર રાખનાર અજય ફૌજી સપાનો કાર્યકર્તા છે. જેઓ ટમેટાના આસમાનને સ્પર્શતા ભાવનો અનોખો વિરોધ કરી રહ્યો છે. અજય ફૌજીના પિતા સતિશ ફૌજીએ એક સમયે માયાવતીનું હેલીકોપ્ટર ઉતરવા દીધું ન હતું. આ ઉપરાંત અજય ફૌજીએ પણ એક વખત વડાપ્રધાન મોદીનો વિરોધ કરવા માટે તેમની ગાડીની આગળ કૂદી પડ્યો હતો. તે સમયે મોદીનો કાફલો ઘણો જ ઝડપથી પસાર થઈ રહ્યો હતો જો કે અજય ફૌજીને ખાસ કોઈ ઈજા થઈ ન હતી.