મોરબી સુપર માર્કેટમા હિંમત દાખવી ચારેક કિશોરીઓએ દાખલો બેસાડ્યો મોરબી : તાજા ભૂતકાળમા જ મોરબી સુપર માર્કેટમા અબળા કિશોરીઓની છેડતીનો વીડિયો વાયરલ થયો હતો અને આ ઘટના બાદ જાગૃત, સજાગ અને હિંમતવાન બનેલી કિશોરીઓ હવે રોડ છાપ રોમિયો, લુખ્ખાઓને જવાબ દેવા તૈયાર હોવાનો દાખલો આજે બેસાડી ધર્મના નામે ધતિંગ કરવા નીકળેલા અને જાહેરમાં દીકરીઓની છેડતી કરી રહેલા એક પાખંડી અપલખણા ઢગાને પકડી દેવા વારી કરતા ચકચાર મચી ગઈ હતી અને આ ઢગાને હાલ 181 અભયમ હવાલે કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકે સોપાયો છે. શાંત નગરી મોરબીમા લુખ્ખા અને અપલખણાઓનો તોટો નથી ત્યારે આજે સવારના સમયે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપરમાર્કેટમાંથી પસાર થઈ રહેલી શાળાની વિદ્યાર્થીનીઓને હાથમાં થાળી લઈ ટીલા ટપકા કરવા નીકળેલા ધૂતારા, લફંગા અને પાખંડી એવા ઉંમરલાયક ઢગાએ છેડતી કરતા હિમતવાન કિશોરીઓએ પળનો પણ વિલંબ કર્યા વગર આ પાખંડી અપલખણા ઢગાને ધોલ ઘપાટ કરવાનું શરૂ કરતા જ લોકો એકત્રિત થઈ ગયા હતા. વધુમાં હિંમતવાન દીકરીઓએ આ લુખ્ખાને તેની ઔકાત બતાવી મહિલા હેલ્પ લાઈન 181 અભયમને સોંપી આપતા અભયમ દ્વારા હાલમાં આ ટપોરી છાપ પાખંડીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો છે.