ગાળા પાટિયા નજીક મધ્યરાત્રીએ વિચિત્ર અકસ્માત થતા ટ્રાફિક જામ, થાંભલા નીચે દબાઈ ગયેલા ટ્રક ચાલકના મૃતદેહને ફાયર બ્રિગેડે મહામહેનતે બહાર કાઢ્યો મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ગત મધ્યરાત્રીના સમયે વિચિત્ર અકસ્માતમાં ડમ્પર ચાલકે ડમ્પરને હાઇવેના ડિસ્પ્લે બોર્ડના મહાકાય થાંભલા સાથે અથડાવતા આ થાંભલો ટ્રકની કેબીન ઉપર ધરાશયી થતા થાંભલા નીચે દબાઈ ગયેલા ટ્રક ચાલકના મૃતદેહને ફાયર બ્રિગેડે મહામહેનતે બહાર કાઢ્યો હતો. બીજી તરફ આ અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર ગાળા ગૂંગણ ગામના પાટિયા નજીક ગત રાત્રીના 12 વાગ્યા બાદ હાઇવે ઓથોરિટીના મહાકાય ડિસ્પ્લે બોર્ડ સાથે જીજે - 03 - T - 9549 નંબરના ડમ્પર ટ્રક ચાલકે પોતાનું વાહન અથડાવતા આ થાંભલો ટ્રક ડમ્પરની કેબીન ઉપર પડ્યો હતો. દરમિયાન આ વિચિત્ર અકસ્માત અંગે મોરબી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ટીમે રેસ્ક્યુ વાહનની મદદથી ટ્રકની કેબિનમાં થાંભલા નીચે દબાયેલા ડ્રાઇવરના મૃતદેહને મહામહેનતે બહાર કાઢ્યો હતો. આ અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.