મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબીના નવા પ્રમુખ અને સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રોટરી ક્લબ ઓફ મોરબીના વર્ષ 2023-24ના પ્રમુખ તરીકે સોનલબેન શાહ અને સેક્રેટરી તરીકે રવીનભાઈ આસરની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ બોર્ડ ઓફ ડાયરેક્ટરની પણ નિમણૂક કરાઈ છે. ગઈકાલે તારીખ 9 જુલાઈ ને રવિવારના રોજ મોરબીના વિરપર ખાતે આવેલા કમ્ફર્ટ રિસોર્ટ ખાતે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવા પ્રમુખ સોનલબેન શાહ, સેક્રેટરી રવીનભાઈ આસર અને બોર્ડ ઓફ ડિરેક્ટરોને ડિસ્ટ્રીક્ટ સેક્રેટરી યશ રાઠોડ દ્વારા શપથ લેવડાવાયા હતા. https://youtu.be/W93kvzR3khU