4:30 કલાકની જહેમત બાદ અંતે બન્ને લોકોને બહાર કઢાયા, કાર કાઢવાના પ્રયાસ જારી મોરબી : મોરબીમાં ભારે વરસાદને પગલે કેનાલમાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર ફસાઈ હતી. જેમાં બે લોકો ફસાયા હતા. ફાયર વિભાગે મહામહેનતે આ બન્ને લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે. મળતી માહિતી અનુસાર રવાપર રોડ ઉપર પાવડીયારી કેનાલમાં પાણી વધી જતાં એક કાર ફસાઈ હતી. જેમાં બે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા જેમ તેમ કરી કારની ઉપર ચડી ગયા હતા. આ મામલે રેસ્ક્યુ માટે ફાયર વિભાગની ટિમ તુરંત દોડી ગઈ હતી. ફાયર વિભાગે 4:30 કલાકની મહામહેનતે બન્ને લોકોને પાણીની બહાર કાઢ્યા હતા. આ બન્ને લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. હવે કારને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.