મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક જૂનાગઢ પ્રેરણા ધામ ખાતે યોજાઈ હતી. જેમાં મોરબી જીલ્લા, શહેર અને વાકાનેરના હોદેદારોની વરણી કરવામાં આવી છે. વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જીલ્લા અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ સવસાણી, જિલ્લા મંત્રી ભાવિકભાઈ ભટ્ટ, જિલ્લા કોષાઅઘ્યક્ષ નવીનભાઈ માણેક, સામાજિક સમરસ્તા જીલ્લા સંયોજક હસુભાઈ પંડ્યા, જિલ્લા બજરંગદળ સંયોજક કૃષ્પભાઈ રાઠોડ, જીલ્લા બજરંગદળ સહસંયોજક નિલેશભાઈ પટેલ, જીલ્લા દુર્ગાવાહિની સંયોજિકા આરતીબેન ઝાકાસણીયા, મોરબી શહેર અધ્યક્ષ તરીકે પરેશભાઈ તન્ના, શહેર મંત્રી આશિષસિંહ જાડેજા, બજરંગદળ મોરબી શહેર સંયોજક રૂપેશભાઈ રાણપરા આ ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ વાંકાનેરના અધ્યક્ષ તરીકે ઘનશ્યામભાઈ ચૌહાણ વગેરેની પરિષદમાં નિયુક્તિ કરવામાં આવી છે. દરેક હોદ્દેદારો હિન્દૂ સમાજના દરેક સારા કાર્યમાં અગ્રેસર રહે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી.