પોલીસે રૂપિયા 3 લાખની સ્વીફ્ટ કાર કબ્જે કરી ગુન્હો નોંધ્યો મોરબી : ટંકારા પોલીસે હાઇવે ઉપર પેટ્રોલિંગ દરમિયાન ખીજડિયા ચોકડી નજીક સર્પાકારે કાર ચલાવી નીકળેલા મોરબીના લીલાપર ગામના કિરણ ઉર્ફે બેબો નામના શખ્સને ઝડપી લઈ રૂ.3 લાખની કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યાવહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન ખીજડિયા ચોકડી પાસે મોરબીના લીલાપર ગામનો કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા જીજે - 36 - AC - 0315 નંબરની સ્વીફ્ટ કારને સર્પાકારે ચલાવી નીકળતા ટંકારા પોલીસે નાગણી બનીને કાર ચલાવનાર કિરણ ઉર્ફે બેબોને ઝડપી લઈ રૂ.3 લાખની કિંમતની સ્વીફ્ટ કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા લીલાપર મચ્છુ નદીના પટ્ટમાથી આરોપી કિરણ ઉર્ફે બેબોની દેશી દારૂની ભઠ્ઠી પણ ઝડપાઇ હતી જેમાં બેબો નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યું છે.