રસ્તો ધોવાઈ ગયો હોય એને રીપેર કરવાની કામગીરી ચાલુ હોય થોડા સમયમાં રસ્તો ચાલુ થઈ જશે : આરએન્ડબીના અધિકારી મોરબી : મોરબી જેતપર રોડ ઉપર ફોરલેન બનાવવાનું કામ ચાલુ હોય ત્યારે આજે વરસાદને કારણે રંગપર પાસેનું ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો બંધ થવાથી રંગપર સહિતના ગામોનો સંપર્ક કપાયો છે. આથી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. મોરબી જેતપર રોડ ઉપર હાલ ફોરલેન બનવાનું કામ ચાલુ છે. તેથી ત્યાં રોડ ઉપર વાહનોની અવરજવરના વિકલ્પ માટે રંગપર ગામ પાસે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. પરંતુ આજે સતત એકધારા વરસાદને કારણે રંગપર ગામ પાસેનું ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો બંધ થઈ ગયો છે. આથી મોરબીથી રંગપર જવા માટેના રંગપર સહિતના આગળના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેતપર રોડ ઉપરથી રંગપર તરફ જઈ શકાય એમ નથી. આથી આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, હાલ જે રસ્તો ધોવાઈ ગયો છે તેની કામગીરી પુરજોશમાં ચાલુ છે અને થોડા સમયમાં જ રસ્તો ચાલુ થઈ જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.