મોરબી : મોરબીના બ્રહ્મ અગ્રણી ડો.અનિલભાઈ મહેતાની આજરોજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની કારોબારીની મીટીંગ તથા સામાન્ય સભા આજરોજ દ્વારકા મુકામે યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના નવનિર્વાચિત ટ્રસ્ટીઓની જાહેરાત કરવામાં આવી હતી. નવનિર્વાચીત ટ્રસ્ટીઓની મિટિંગમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ડો. અનિલભાઈ મહેતા-મોરબી, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ડી.જી.મહેતા - અમરેલી તથા ઉપપ્રમુખ તરીકે છેલશંકરભાઈ જોશી - ગીર સોમનાથની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના તમામ હોદ્દેદારોએ નવનિર્વાચિત ટ્રસ્ટીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.