મોરબી : મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર શહેર તરફ જવાના માર્ગ ઉપર એસબીઆઈ બેન્ની સામે આવેલા ત્રિકોણ બાગ અને ગાંધી બાગ તરીકે જાણીતા બગીચામાં આજે ભારે વરસાદને પગલે એક વર્ષો જૂની વૃક્ષ પડ્યું હતું. ઘણા સમયથી આ બાગનો બગીચા તરીકે ઉપયોગમ બંધ કરીને તેમાં વાહનો માટે પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આથી આજે વૃક્ષ માટે પડતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારને નુકસાન થયું હતું. પણ સદનસીબે જાનહાની થઈ નથી.