મોરબી : મોરબીમાં ભારે વરસાદને પગલે જેતપર રોડ ઉપર કેનાલમાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર ફસાઈ છે. જેમાં બે લોકો હાલ કાર ઉપર ચડીને મદદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફાયરની ટિમ રેસ્ક્યુ માટે દોડી ગઈ છે. ???? https://youtube.com/shorts/szTYbFbHao0?feature=share મળતી માહિતી અનુસાર જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલમાં પાણી વધી જતાં એક કાર ફસાઈ છે. જેમાં બે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા જેમ તેમ કરી કારની ઉપર ચડી ગયા છે. હાલ પાણી પણ વધી રહ્યું હોવાની સ્થિતિ વચ્ચે બન્ને વ્યક્તિના રેસ્ક્યુ માટે ફાયર વિભાગે કવાયત હાથ ધરી છે. ફાયર વિભાગના દેવેન્દ્રસિંહના જણાવ્યા મુજબ બનાવ અંગે જાણ થતા તુરંત ફાયરની ટિમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે.