હળવદના કવાડીયા ગામના પાટીયા નજીક બની ઘટના : યુવાનને સારવાર માટે મોરબી ખસેડાયો હળવદ : હળવદ નજીક આજે વહેલી સવારે અમદાવાદ થી ભુજ તરફ જતી બરેલી એક્સપ્રેસ ટ્રેનના પગથિયા પર બેસેલો યુવાન ચાલુ ટ્રેન નીચે પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને 108 ની મદદથી સારવાર માટે સરકારી હોસ્પિટલે લઇ આવવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે 6:30 ની આસપાસ અમદાવાદ થી ભુજ જતી બરેલી એક્સપ્રેસ હળવદના કવાડિયા ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનના પગથિયે બેસેલો યુવાન નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવની જાણ 108 ને કરાતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવાને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. જોકે માથાના ભાગે વધુ ઇજા પહોંચી હોય જેથી યુવાન બેભાન થઈ ગયો હોય જેથી યુવાન કયા ગામનો છે અને ટ્રેનમાં બેસી ક્યાં જતો હતો તે હજુ સુધી સામે આવ્યું હાલ આ યુવાનને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગે લોકો ચાલુ ટ્રેનના પગથીએ ઉભા હોય છે અથવા બેઠા બેઠા હોય છે જેથી આવા લોકો માટે આ ચેતવણી રૂપ ઘટના હળવદના કાવડિયા ગામના પાટીયા નજીક બની છે.