મોરબી : મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા નિરની આવક થઈ રહી છે. જેમાં મચ્છુ ડેમ -3 ભરાઇ જતા એક દરવાજો ખોલાયો બાદ હવે મોરબીના જીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ પણ ભરાય ગયો છે. આ ઘોડાધ્રોઈ ડેમ ભરાઈ જતા ડેમનો એક દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે અને આ ડેમમાંથી 1141 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આથી મોરબી અને માળીયાના ડેમ હેઠળના ગામો ચકમપર, જીવાપર, જીકિયારી, જેતપર, સુલતાનપુર, માણાબા, ચીખલી, શાપર અને રાપર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવાની સૂચના આપવામાં આવી છે.