મોરબી : મોરબીના ગાળા - સાપર રોડ ઉપર સાપર ગામની સીમમાંથી મોરબી એલસીબી ટીમે આરોપી ગફુર રવાભાઇ નોતીયાર અને નવધણભાઇ ઉર્ફે નોધો દિનેશભાઇ હમીરપરા નામના શખ્સોને બાઈક ઉપર દેશી દારૂની 150 કોથળી કિંમત રૂપિયા 600ની હેરફેર કરતા ઝડપી લઈ પૂછપરછ કરતા દેશી દારૂનો આ જથ્થો આરોપીઓએ માળીયા તાલુકાના ખીરઈ ગામના સમીર શાઉદીન જેડા પાસેથી ખરીદી કર્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.