બી ડિવિઝન પોલીસની કાર્યવાહી : રૂ. ૫૨ હજારની રોકડ કબજે મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર પાસે ઓફિસમાં ચાલતા જુગારધામ ઉપર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ૪ શખ્સોને રૂ. ૫૨ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બી ડિવિઝન પોલીસને હકીકત મળેલ કે, મુકેશભાઇ જેરામભાઇ રાંકજા રહે.મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળી મહેન્દ્રનગર સમર્પણ હોસ્પીટલની સામે આવેલ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગાર માટે સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે ઓફીસમાં રેઇડ કરી મુકેશ જેરામભાઇ રાંકજા રહે.મોરબી સામાકાંઠે સરસ્વતી સોસાયટી, રમેશભાઇ મોહનભાઇ માલકીયા રહે.ગારીયા તા.વાંકાનેર, હસખુમભાઇ બાબુભાઇ ધુમલીયા રહે.મોરબી પંચાસર રોડ રૂષભપાર્ક સોસાયટી, હર્ષદભાઇ ગોરધનભાઇ થડોદા રહે.મોરબી મહેન્દ્રનગર પીપળવાસવાળાને પકડી પાડ્યા છે. આરોપી પાસેથી રોકડ રૂ.૫૨,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.જ્યારે મહેશભાઇ પટેલ રહે.મોરબી પંચાસર રોડવાળા ફરાર છે.આ કામગીરીમાં પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ અને ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતાં.