ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ સેજામાં મિલેટ વર્ષ- 2023 ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહેનો દ્વારા મિલેટ્સમાંથી વિવિધ વાનગીઓનું નિદર્શન રાખવામાં આવ્યું હતું તેમજ બહેનોને મિલેટ્સના ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ કનકસિંહ ઝાલા, આરોગ્ય વિભાગના કર્મચારી કાલરીયા, મુખ્ય સેવિકા સુધાબેન લશ્કરી તેમજ વર્કર બહેનો હાજર રહ્યા હતા.