મયુર નેચર કલબ, વેન્ટો સિરામિક, વન વિભાગ અને મોરબી અપડેટના સંયુક્ત ક્રમે આયોજન મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારે ફ્રી રોપા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીતાફળ, જામફળ, દાડમ, જામ્બુ, આંબલી, આમળા, લીમડો, કરંજ સહિતના વૃક્ષોના રોપા અપાશે. મોરબીમાં મયુર નેચર કલબ, વેન્ટો સિરામિક, વન વિભાગ અને મોરબી અપડેટના સંયુક્ત ક્રમે તા. 9ને રવિવારના રોજ સવારે 9 કલાકે શનાળા રોડ ઉપર રામ ચોકમાં કભીબી બેકરીની પાસે સંદેશ ઓફિસની નીચે ફ્રી રોપા વિતરણ કરવામાં આવનાર છે. જેમાં એક વ્યક્તિને એક રોપો આપવામાં આવશે સાથે વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરાશે. જેનો લાભ લેવા સર્વે નગરજનોને અપીલ કરવામાં આવી છે.