મોરબી : આગામી તારીખ 9 જુલાઈ ને રવિવારના રોજ પુષ્ટિસંસ્કારધામ દ્વારા મોરબીમાં પુષ્ટિ ભક્તિ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. નિર્માણ પામનાર પુષ્ટિસંસ્કારધામના સહયોગ અર્થે પુષ્ટિસંસ્કારધામ દ્વારા 9 જુલાઈ ને રવિવારે મોરબીના શનાળા બાયપાસ ચોકડી પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આ પુષ્ટિ ભક્તિ સંગીત સંધ્યા યોજાશે. જેમાં સવારે 10 કલાકે સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહાપ્રભુજીના બેઠકજી ખાતે બ્રહ્મસંબંધ યોજાશે. ત્યારબાદ સાંજે 5 કલાકે પુષ્ટિભક્તિ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. જેમાં પાઠશાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાથે જ રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે તથા સાથી વૃંદો દ્વારા પુષ્ટિ ભક્તિ સંગીત સંધ્યા યોજાશે. આ ઉપરાંત પીયૂષબાવાશ્રીના વચનામૃત, પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સહયોગીઓનું અભિવાદન અને ભોજન પ્રસાદ યોજાશે.