મોરબી : આજના સમયમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીયું જ્ઞાન મેળવે એટલું જ પૂરતું નથી સાથે વ્યાવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરવું જરૂરી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધો. 6 થી 8 માં વોકેશનલ ટ્રેનિંગની વ્યવસાયલક્ષી શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાની બીલીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધો. 6 થી 8 ના બાળકો દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધામાં બાળકોએ ચણા ચાટ, પાણીપુરી, ભેલ, ભુગરા બટેટા, વેજીટેબલ સેન્ડવીચ, મિની પીઝા જેવી વાનગીઓ બનાવી હતી. આ સ્પર્ધામાં બાળકોએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્ય કરવા બદલ તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય કિરણભાઈ કાચરોલા તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.