મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને રૂ. ૪૦ હજારની રોકડ રકમ સાથે તાલુકા પોલીસે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બરવાળા ગામે આરોપી કરશનભાઇ પાલાભાઇ પરમારના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં જુગાર રમતા કરશનભાઇ પાલાભાઇ પરમાર, ગોપાલભાઇ ઘેલાભાઇ દેલવાણીયા, કોજીભાઇ જીણાભાઇ દેલવાણીયા, ધરમભાઇ જયરામભાઇ દેલવાણીયા, દુર્ગેશભાઇ શિવાભાઇ દેલવાણીયા, સંતોષભાઇ ગગજીભાઇ દેલવાણીયાને રોકડ રૂ. ૪૦,૫૬૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર પી.એ.દેકાવાડીયા તથા પો.સ.ઇ. વી.જી.જેઠવા, એ.એસ.આઇ.જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોના અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભ ગુડા, કેતનભાઇ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કુલદિપભાઇ કાનગડ, દેવશીભાઇ મરી, ઋતુરાજસિંહ જાડેજા સહિતના રોકાયેલ હતા.