મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સ્મૃતિમાં વિનોદભાઈ પરબતભાઈ મકવાણા તથા તેમના પરિવાર દ્વારા રામાપીરના મંદિર, નકલંકધામ, નાની વાવડી ખાતે સાગ, શિવલિંગ, મધુનાશીની, કુંવારપાઠું, કાંચનાર, બીજોરું, ફણસ, હરડે, અરડુસી જેવી 40 જેટલી ઔષધિય વનસ્પતિના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રમુખ ડો. જયેશભાઈ પનારા, મંત્રી હિંમતભાઈ મારવણિયા, સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, અશ્વિનભાઈ રાઠોડ, વિપુલભાઈ અમૃતિયા, વિનુભાઇ મકવાણા, રમેશભાઈ છૈયા, રાજેશભાઈ, સુરાણીભાઈ, મહેશભાઈ મકવાણા તથા કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ સભ્યોએ સ્વ. નિરજભાઈ મકવાણાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા ઉપસ્થિત ગ્રામજનોનું પુસ્તક તથા રામાપીર મંદિરના વ્યવસ્થાપકને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે લોકોએ અલ્પાહાર કર્યો હતો.