મોરબી : મોરબીના દલવાડી સર્કલથી શનાળા સુધી રોડ પર ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. મોરબી શહેરના દલવાડી સર્કલથી શનાળા સુધી રોડ પર અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે અને ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યા છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય ઉભો થયો છે. ત્યારે તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરી ગટરના ખુલ્લા ઢાંકણા બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.