સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી બે શખ્સના નામ ખોલાવ્યા મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીના ગેટ પાસે લખન સહિતની ત્રિપુટીએ વિદેશી દારૂનો વેપલો શરૂ કર્યો હોવાની બાતમીને પગલે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી લખન નામના શખ્સને 63 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ અન્ય બે શખ્સના નામ ખોલાવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ તેજાભાઈ ગરચર અને હિતેશભાઈ ચાવડાને મળેલ બાતમીને આધારે વાવડી રોડ ઉપર ઉમિયા પાર્ક સોસાયટીના ગેઇટ પાસે વિદેશી દારૂ છુપાવી વેપલો કરતા લખન નીતિનભાઈ ભટ્ટી નામના શખ્સને રોયલ ચેલેન્જ અને ઓલ સીઝન વ્હીસ્કીની 63 બોટલ કિંમત રૂપિયા 28,500 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપી લખનની પ્રાથમિક પૂછતાછમા આ ગોરખધંધામાં આરોપી ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અને સૂઝલ ચંદુભાઈ પાચોટીયાની સંડોવણી કબુલતા પોલીસે બન્નેને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીએસઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એચ.ભોચિયા, હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા, કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઈ કરોતરા, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, તેજાભાઈ ગરચર તથા અરજણભાઈ ગરિયા દ્વારા કરવામાં આવી હતી.