મોરબી પિતાને ત્યાં રહેતી પરિણીતાએ રાજકોટ રહેતા પતિ સહિતના સસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબી માવતર ધરાવતી દીકરીના એક વર્ષ પૂર્વે રાજકોટ લગ્ન થયા બાદ પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધને કારણે પત્નીને રિસામણે મોકલી દઇ તું અમારે લાયક નથી કહી મેણા ટોણા મારતા મોરબી રહેતી પરિણીતાએ પતિ સહિતના સસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા ભુમીકાબેન જતીનભાઇ ધામેચા ઉ.26 નામના પરિણીતાએ પતિ જતીનભાઇ દીપકભાઇ ધામેચા સસરા દીપકભાઇ અમરસીભાઇ ધામેચા, સાસુ દક્ષાબેન દીપકભાઇ ધામેચા, દિયર પ્રેમલભાઇ દીપકભાઇ ધામેચા અને મામજી ભાવેશભાઇ જતીનભાઇ પરમાર વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન એક વર્ષ પહેલા થયા બાદ પાંચેક મહિના સાસરિયામાં રહ્યા હતા અને બાદમાં પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની શંકા જતા સસરિયાઓ દ્વારા તું અમારે લાયક નથી કહી વારંવાર ત્રાસ આપી રિસામણે મોકલી આપી હતી. બાદમાં ઘરમેળે સમાધાનના પ્રયાસો સફળ ન થતા ભૂમિકાબેને અંતે પતિ સાહિતના સાસરિયાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.