સર્વિસ રોડ ઉપર અકસ્માતને પગલે ટ્રાફિક જામ મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા આરટીઓ કચેરી નજીક ડમ્પર ટ્રક અને કન્ટેનર ટ્રક સામસામે ધડાકા ભેર અથડાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા આરટીઓ કચેરી નજીક સર્વિસ રોડ ઉપર એક કન્ટેનર ટ્રક અને ડમ્પર ધડાકાભેર સામસામે અથડાતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. જો કે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી.