પ્રમુખ તરીકે ડો. હાર્દિકભાઈ જેસ્વાણી, ઉપપ્રમુખ તરીકે ડો. બી. કે. લહેરૂ અને મંત્રી તરીકે ડો. સંજયભાઈ નિમાવતની નિમણૂક મોરબી : આયુર્વેદિક ડોક્ટરોના સૌથી મોટા રાષ્ટ્રીય સંગઠન N.I.M.A.((નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન)ની મોરબી જીલ્લાની કારોબારીની રચના કરાઈ છે. મોરબી જીલ્લાની સામાન્ય સભામાં સભ્યોના સંપૂર્ણ સહકારથી કોઈપણ પ્રકારની ચૂંટણી વગર ઉપસ્થિત બધા સભ્યોની સહમતિથી પ્રમુખ, મંત્રી સહિત સમગ્ર પેનલ નું ગઠન કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ તરીકે ડો. હાર્દિકભાઈ જેસ્વાણી, ઉપપ્રમુખ તરીકે ડો. બી. કે. લહેરૂ, મંત્રી તરીકે ડો. સંજયભાઈ નિમાવત, સહમંત્રી તરીકે ડો. મિલનભાઈ પટેલ, ખજાનચી તરીકે ડો. મનોજભાઈ ભાડજા અને લીગલ હેડ તરીકે ડો. પ્રવિણભાઈ બરાસરાની વરણી થઈ છે. સભ્ય તરીકે ડો. જયેશભાઇ રામાવત, ડો. વિશાલભાઈ વિસોડિયા, ડો. આસિફભાઈ બાદી, ડો. ચિરાગભાઈ વિડજા, ડો. પરેશભાઈ ડાભી, ડો. હર્ષાબેન મોર, ડો. શીતલબેન પાનેસરાની વરણી કરવામાં આવી છે. માર્ગદર્શક તરીકે ડો. પરાગભાઈ પારેખ, ડો. કલ્પેશભાઈ ચૌહાણ, ડો. પરિક્ષિતભાઈ જોબનપુત્રા, ડો. ધર્મેશભાઈ ગામીની નિમણૂક કરવામાં આવી છે.