મોરબી : મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગરમાં ગંદકીના કારણે સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. તેઓ જણાવે છે કે છેલ્લા 15 દિવસથી નગરપાલિકા દ્વારા અહીંથી કચરો સાફ કરવામાં આવ્યો નથી. જેના કારણે અહીં ગંદકી વધી રહી છે. રોગચાળો ફેલાઈ તે પૂર્વે અહીં સફાઈ થાય તેવી માંગ છે.