પવનચક્કીના આ વીજ વાયર તાકીદે હટાવવા ગૌ શાળાની મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત મોરબી : ટંકારાના નેકનામ ગામે શ્રીરામ ગૌ શાળા અને નદીના ઘાટ પાસે પવન ચક્કીના વીજ વાયર અણધણ પડ્યા હોય, મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિને પગલે રાધે ગૌ શાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું છે કે ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ શ્રીરામ ગૌશાળાની આસપાસ CONTINNUM નામની કંપની અને અન્ય કંપનીના વીજ વાયર ગૌશાળાની બાજુમાં અંદાજિત ૩ ફૂટ જેટલી ત્રિજ્યામાં આવેલ છે. નેકનામ ગૌશાળામાં ૧૩૦ ગાય વસવાટ છે અને ગામના પાદર અને ગૌશાળાથી ૫૦ ફૂટ જ ગામ લોકોને કપડા ધોવા માટેનો ઘાટ આવેલ છે. અહી વીજ વાયર અણધડ હોવાના કારણે અનિચ્છનીય બનાવ ગમે ત્યારે બની શકે તેમ છે, આ મામલે ગ્રામજનોએ મામલતદાર, કલેકટરને પણ આવેદન આપેલ છે, મામલતદારએ ૧૫ દિવસમાં આ પોલ કઢાવી આપવાની ખાત્રી આપેલ પણ ૩ મહિના વીતવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી. નદીના પટાંગણ અને ગૌશાળા આસપાસના વીજવાયર કાઢી અન્ય કોઈ પણ જગ્યાએ ફેરવી નાખવામાં આવે તેવી માંગ છે. ઉલ્લેખનીય છે કે મોરબી ઝુલતા પુલનો અણબનાવ ભૂલી શક્યા નથી અને આવો બનાવ ફરી બને તો એમના જવાબદાર કોણ?