વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક લીંબાળા ધાર પાસે જીજે - 14 - E - 7061 નંબરના ઇકો ચાલકે બાઈક લઈને જઈ રહેલા વાંકાનેરના રહેવાસી ટપુભા મહોબતસિંહ જેઠવાને રસ્તો ઓળંગતી વખતે હડફેટે લેતા ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.