મોરબી : મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ મચ્છોનગરમાં ગઈકાલે રાત્રીના સમયે અસ્મિતાબેન પિતાંબરભાઈ ઝાલા, ઉ.7 નામની બાળકી 20 ફૂટ ઊંડા પાણીના ખાડામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડના જવાનોએ દોઢેક કલાકની જહેમત બાદ બાળકીના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.