મોરબી : મોરબીમાં દરરોજ 125 લોકોની જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ ચલાવતા વિનોદભાઈ નિમાવતના જન્મદિવસની આજે સેવામય ઉજવણી કરવામાં આવી હતી. વિનોદભાઈ નિવૃત રેલ કર્મચારી છે. તેઓ છેલ્લા 2.5 વર્ષથી આ સેવાયજ્ઞ પોતાની પત્નીની સ્મૃતિમાં ચલાવે છે. તેઓ દરરોજ પોતાની વાન લઈ ઝૂંપડપટ્ટીના લોકોને તથા જરૂરીયાતમંદોને ગરમાગરમ ભોજન પીરસે છે. આજે તેઓએ પોતાના જન્મદિવસે લોકોને મીઠાઈ સહિત ભોજન કરાવ્યું હતું.