મકાનની પારાપેટ રસ્તા ઉપર પડવાને આરે : સ્થાનિકોની પાલિકાને રજુઆત મોરબી : મોરબીના ભવાની ચોકમાં જર્જરિત મકાન દુર્ઘટના સર્જે તેવી ભીતિ સેવાઈ રહી હોય સ્થાનિકોએ આ મામલે નગરપાલિકાને રજુઆત કરી તાકીદે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે ભવાની ચોક વિસ્તારમાં દિનેશભાઇ ભટ્ટનું જર્જરિત મકાન છે. તેઓ 3 વર્ષથી બીજે રહેવા ચાલ્યા ગયા છે. પણ મકાનની પારાપેટ પડવાને આરે પહોંચી છે. જે નીચે રસ્તા ઉપરથી પસાર થતા લોકો ઉપર પડે અને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.