મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઉમા ગેરેજ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા જયેશભાઇ પોપટભાઈ ડાભી નામના યુવાનને જીજે-03-az - 4532 નંબરના આઇસર ટ્રક ચાલકે હડફેટે લઈ પગમાં ફ્રેક્ચર તેમજ પેટ અને કપાળના ભાગે ઈજાઓ પહોંચાડી નાસી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.