તા.28ની મોડીરાત્રે બનેલા બનાવ અંગે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપ પાસે આવેલ એક્સીસ બેન્કનું એટીએમ તોડવા બે શખ્સોએ પ્રયાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે મોરબી તાલુકા પોલીસ મથકમાં બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયાથી આગળ આવેલી પાટીદાર ટાઉનશીપ પાસે આવેલ એક્સીસ બેન્કના એટીએમને બે અજાણ્યા શખ્સોએ ગત.તા.26 જૂનના રોજ રાત્રીના સમયે પ્રયાસ કરતા આ બનાવ અંગે નીરવભાઈ કિશોરભાઈ પંડ્યાએ સીસીટીવી ફુટેજમાં દેખાતા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.