મોરબીના મણિમંદિર સામેથી વર્લીભક્ત ઝડપાયો 

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે મણિમંદિર સામેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી શબીર સિંકદર સમા નામના શખ્સને ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 2600 કબ્જે કર્યા હતા. સાથે જ આરોપી શબીરે વરલી મટકાના આંકડાની કપાત મોરબી શનાળા રોડ જીઆઇડીસી સામે રહેતા ગીરીશભાઇ છબીલભાઇ કોટેચા પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા ગિરીશ કોટેચાને ફરાર દર્શાવી એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text