- text
મોરબી : મોરબી જિલ્લામા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તમામ હોટેલ ગેસ્ટ હાઉસ સંચાલકો માટે પથિક સોફ્ટવેરમાં મુસાફરોની નોંધ રાખવી ફરજીયાત બનાવતું જાહેરનામું અમલી બનાવ્યું હોવા છતાં મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મંગલ ભુવન ગેસ્ટ હાઉસના સંચાલકોએ સાત મુસાફરોની પથિક સોફ્ટવેરમાં નોંધ નહિ રાખતા એસઓજી પોલીસ ટીમે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગેસ્ટ હાઉસના સંચાલક હિતેન્દ્રભાઈ મણિલાલ જોશી વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
- text
- text