તસ્કરોએ પંચાસર રોડ ઉપર આવેલ મયુર ડેરીની તિજોરી તોડી રોકડ અને ચાંદીના સિક્કા ઉઠાવી ગયા મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મયુર ડેરીની ઓફિસમાં ત્રાટકેલા તસ્કરો તિજોરી તોડી રોકડ અને ચાંદીના સિક્કા સહિત રૂપિયા 3,22,763ની માલમતાની ચોરી કરી લઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મયુર ડેરીની ઓફિસમાં ગઈકાલે વહેલી સવારે તસ્કરો ત્રાટકયા હતા અને ઓફિસની તિજોરી તોડી રોકડા રૂપિયા 2,95,263 અને 11 ચાંદીના સિક્કા કિંમત રૂપિયા 27,500 મળી કુલ રૂપિયા 3,22,763ની ચોરી કરી ગયા હોવાની મયુર ડેરીના ઇન્ચાર્જ મેનેજીંગ ડાયરેકટર તેજસભાઈ ભુપેન્દ્રભાઈ સોનીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.