- text
મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં માર્ગદર્શન હેઠળ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રદેશ મહિલા મોરચાનાં અધ્યક્ષ ડો. દીપિકા સચિન સરડવાનાં નેતૃત્વમાં મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે નવા મતદાતા યુવતી સંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં ડો. ઉર્વશીબેન પંડ્યા (પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ), સંગીતાબેન ભીમાણી (મોરબી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ), મહામંત્રી રસીલાબેન ચાપાણી, મંજુલાબેન ચૌહાણ, ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન. પી. કાંજીયાએ ઉપસ્થિતિ રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
- text
- text