- text
મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા દર મહિનાની 4 તારીખે સર્વજ્ઞાતિ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત મોરબીના ડી. કે. પટેલ (રંગોલી લેમિનેટ્સ) પરિવારના સહયોગથી આગામી તા. 4 જુલાઈને મંગળવારે સવારે 9 થી 12 કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ., ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા,ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.
- text
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 22 મહિના દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 7123 લોકોએ લાભ લીધો હતો તેમજ 3161 લોકોના વિનામુલ્યે ઓપરેશન થયા હતા. કેમ્પમાં તપાસ માટે દર્દીઓએ પોતાનું આધારકાર્ડ સાથે રાખવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે ગીરીશભાઇ ઘેલાણી-9825082468, હરીશભાઇ રાજા-9879218415, નિર્મિત ભાઈ કક્કડ-9998880588, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ જણાવ્યું છે.
- text